—– અછાંદસ —
વેદનાઓનું
પુર આવ્યું,
દુઃખ
અશ્રુ બની
આંખમાંથી
છલકાયું।
————————–
તને એકવાર જોયા પછી
ઝાંખું લાગે, બાકીનું બધું.
તને એકવાર સ્પર્શ્યા પછી
ખરબચડું લાગે બાકીનું બધું.
તને એકવાર સાંભળ્યા પછી
કડવું લાગે બાકીનું બધું.
તને એકવાર મળ્યા પછી
અધૂરું લાગે બાકીનું બધું.
————————————————-
એ પરિપૂર્ણ દુનિયા હતી.
શું એ રામરાજ્ય હતું?
શું એ સ્વર્ગ હતું?
અચાનક અંદરની હવા સુસકારો કાઢી બોલી,
” ઉઠ એ મૂરખ, ચાલતી પકડ આ મારા પરપોટામાંથી”
Advertisements
પ્રતિસાદ આપો