Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2011

જુદાઈનું દર્દ દિલમાં ભરાયું

દુખી દર્દ આંસુ બની છલકાયું

આંસુના દરિયામાં મોજું આવ્યું

એણે મારું અંગ અંગ પલાળ્યું

—————————————

સપનામાં સંભળાય, ટેરવાથી ગણાય

ઘરમાં બોલાય, ગામમાં અનુભવાય

ભલે પુસ્તકો નો છાપે આજના કાળમાં

ગુર્જરી ફેલાવીશ સમસ્ત વિશ્વજાળમાં

——————————————

મૃગજળને પીવા તરસ્યા કરતો’તો

ક્ષીતીજને અડવા દોડ્યા કરતો’તો

દિવસ રાત તને શોધ્યા કરતો’તો

તું તો મારી પાછળ ફર્યા કરતો’તો

————————————-

ગુલાબને સ્પર્શવા પવન આવ્યો

સુગંધ ઉઠાવીને બિન્દાસ ભાગ્યો

સુંઘવા હું ગુલાબ પાસે આવ્યો

ઈર્ષાળુ કાંટાએ ભારે ડંખ માર્યો

——————————————

વિજય જોશી ‘શબ્દનાદ’

Advertisements

Read Full Post »

અંતિમ શ્વાસ

કેમ વેડફો એને

નિસાસા નાખી!

——————————————–

વર્ષાનું પાણી

પી લીધું મૃગજળે

તોય તરસ્યું!

—————————————-

જીવડું રમે

મીણબત્તીની સાથે

આખરી નૃત્ય!

—————————————-

તોફાની મોજાં

ખોવાયો માછીમાર

આંધળી રાત!

————————- ————–

વસંતનો સત્કાર

કેમ ના બારેમાસ

ઠંડી શું કામ?

———————-

નદી પૂછે છે

દરિયાને શું કર્યું

મીઠા પાણી નું!

——————————

દરિયો પીવે

રોજ નદીનું પાણી

તોય એ ખારો!

—————————–

બધે ઘોંઘાટ

સુવે શિશુ બિન્દાસ

માં ના ખોળામાં!

————————————————–

વૃખ્શની નીચે

બરફનું ગાદલું

સુતું પાંદડું!

—————————————–

રૂક્ષ દિવસ

સુર્યને ઢાંકે વાદળા

જીત્યું અંધારું!

—————————————–

વિજય જોશી ‘શબ્દનાદ’

Read Full Post »

ઓક્ટોબરમાં દિવાળીમાં  બરફનું મોટું તોફાન અચાનક આવ્યું.
વૃક્ષો હજુ પણ પાંદડાથી ભરેલા હતા. ભીના ભારે બરફને પાંદડા
ઉપર કેવી રીતે બેસવું એ જ સમજાતું ન હતું. વૃક્ષને આટલો
બધો ભાર સહન રવાની આદત  ન હતી. ડાળીઓ બિચારી
કડાકા કરતી તુટવા લાગી. જ્યાં જુઓ ત્યાં ઝાડની નીચે ડાળીઓના
ઢગલા પડેલા હતા. વીજળીના વાયર ઉપર – દિવાળીની મીઠાઇ
ઉપરની ખાવાની ચાંદીના પડ જેવા-બરફના થર થયા હતા. રાત્રે
પડતી ડાળીઓ ના ભારથી વાયર તુટવાથી પાવર અચાનક ગયો
અને ઘરની ફર્નેસ બંદ પડી ગયી અને ઘર એકદમ ઠંડુ પડી ગયું.
અંધકારનું સામ્રાજ્ય ફેલાયું. આખું ઘર મીણબત્તીઓ ના પ્રકાશમાં
ઝળકવા લાગ્યું. ઘરના એક મોટા ઓરડામાં ગેસની ફાયરપ્લેસ
ચાલુ કરી અમે બધા જમવા એક સાથે બેઠા ત્યારે અમારી ૩વર્ષની
પૌત્રી કહે – મને તો એવું લાગે છે કે આપણે બધા કેમ્પીંગ કરીએ
છીએ. મેં એને કીધું કે જેવી રીતે સફેદ ક્રિસમસ હોય છે 
તેવી રીતે આ આપણી સફેદ દિવાળી છે.
આ પ્રસંગની પ્રેરણાથી રચેલું હાઇકુ અહી મુકું છું.    
                          ઓક્ટોબરમાં
                          બરફનું તોફાન
                          સ્વેત દિવાળી!
વિજય જોશી ‘શબ્દનાદ’

Read Full Post »

 
વસંત ઋતુની સવાર હતી. અમે અમે હમેશની જેમ આજે પણ
સવારે ચાલવા નીકળ્યા હતા. અતિ ઘાટું ધુમ્મસ ફેલાએલું હતું.
પૃથ્વી અને આકાશ ધુમ્મસની ભીની ચાદરના આવરણમાં
લપેટાઈ ગયા હતા, સફેદ જેલના કેદી હતા.
.
સ્તબ્ધ શાંતિ ચારેકોર! ફક્ત અમારા બંનેના શ્વાસનો અવાજ એ
નિશબ્દતાને થોડી થોડી વારે જગાડતો હતો. ધુમ્મસમાં કઈ પણ
દેખાતું ન હતું-જાણે સફેદ અંધકાર!  સખત ઘાટું ધુમ્મસ, જાણે
અમેઝોનનું ઘોર જંગલ- અમારા હાથ હથિયારની જેમ વાપરી
ધુમ્મસ દૂર હટાવી માર્ગ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા હતા.
સૂર્ય અને ધુમ્મસનું જોરદાર દ્વંદ્વ યુદ્ધ ચાલુ હતું. વચ્ચે વચ્ચે
સૂર્યના કિરણો, સૈનિકો થઈને ધુમ્મસ કાપી સૃષ્ટિની મદતે આવતા
હતા પણ ફરી પાછું ધુમ્મસ કિરણોને પાછા ધકેલી સ્વેત સામ્રાજ્ય
કબજે કરતુ હતું.
પૃથ્વી તો સૂર્યની વહાલી પુત્રી! એના ભલા માટે, રક્ષણ માટે સૂરજે
ક્રોધિત થઈને જોરદાર આક્રમણ કરી ધુમ્મસને ધીમે ધીમે હટાવ્યું
અને ફરીથી વાદળી આકાશ અને સુંદર સુશોભિત લીલી ધરતીના
રંગો દેખાવા માંડ્યા. સુખાંત!  
ચાલતા ચાલતા સૃષ્ટિનું આ પરિવર્તન જોઇને એક હાઇકુ જન્મ્યું એ
અહી પ્રસ્તુત કરું છું.
                 ધુમ્મસ આવ્યું
                 સર્વ સૃષ્ટિ ચોરવા
                 સૂર્યે ભગાડ્યું!
 
વિજય જોશી ‘શબ્દનાદ’

Read Full Post »

————સરનામાં છે——-

ઓઠ પર, કીર્તિમાં કે દિલમાં કોઈવાર

તરસના આ બધા સરનામાં છે

વાદળામાં, ઝાકળમાં કે આંખમાં કોઈવાર

પાણીના આ બધા સરનામાં છે

સુરજમાં, ચિતામાં અને ચૂલામાં કોઈવાર

અગ્નિના આ બધા સરનામાં છે

પ્રેયસી પર, દેશ પર કે સંતાન પર કોઈવાર

પ્રેમના આ બધા સરનામાં છે

વિજય જોશી ‘શબ્દનાદ’

Read Full Post »

ભગવાન

કીધું મંદિર જઈ ભગવાનના દર્શન કરું

અંદર ફક્ત પથ્થર જોઉં, વિચારું હવે શું કરું

ઉલઝન માં પડું કે આને શું કહું

અસલી કહું કે નકલી કહું

આત્મા કહું કે પરમાત્મા કહું

દેવ કહું કે માનવ કહું

નશ્વર કહું કે ઈશ્વર કહું

મંદિર છોડી બહાર ફરતો રહું

તો પ્રભુને સર્વત્ર અનુભવતો રહું

વિજય જોશી ‘શબ્દનાદ’

Read Full Post »

એ અદભુત બારાત હતી

લગ્નની પહેલી રાત હતી

ફૂલોની સજાવટ હતી

અસહ્ય ઇચ્છાઓ હતી

ધણું બધું પૂછવાનું હતું

કેટલું બધું કહેવાનું હતું

વસ્ત્રોનું બંધન છુટ્યું હતું

અંગમાં અંગ સમાયું હતું

અફસોસ મિલન બેકાર હતું

તારું દિલ તો બીજે ફરાર હતું

 

વિજય જોશી ‘શબ્દનાદ’

 

Read Full Post »

Older Posts »