——————————————–
મંદ સ્વરમાં
ઝાકળ બિંદુ બોલે
નીચે પડતાં
——————————–
ઉભા ઠંડીમાં
પર્નહીન પાંદડા
ઢાંકી ધુમ્મસ
—————————–
હાલોવીનમાં
પીળા પાંદડા દોડે
બાળક જેવા
———————
શબ્દો કરતાં
નિઃશબ્દતા કહે છે
અનેક ગણું
———————-
અનપેક્ષિત
આમંત્રણ આવ્યું છે
યમરાજાનું
———————-
વિજય જોશી ‘શબ્દનાદ’
Advertisements
saras!
Thank you, vijay bhai