Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2011

— ન માનશો —

એકલો છું એટલે
મિત્રો નથી, એમ ન માનશો

હસું છું એટલે
દુખી નથી,એમ ન માનશો

આંધળો છું એટલે
જોતો નથી, એમ ન માનશો

ગેરહાજર છું એટલે
અહિ નથી, એમ ન માનશો

શ્વાસ લઉં છું એટલે
જીવતો છું, એમ ન માનશો.
Advertisements

Read Full Post »

—-  લગ્ન —–

માં-બાપે કહ્યું,

લગ્ન કર્યું,

રહ્યા સાથે,

પણ જુદા જીવનભર,

ક્યાંથી પડે મેળ?

પાણીમાં તેલ!

Read Full Post »

પવન સાથે કરેલા
પ્રણય નૃત્ય બાદ
અંતિમ આલિંગન આપી
જ્યોત થઇ વિલીન પવનમાં
ધુમાડો બની!

Read Full Post »

Just One Unknown

One song can spark a moment,
One flower can wake the dream
One tree can start a forest,
One bird can herald spring.

One smile begins a friendship,
One hand clasp lifts a soul.
One star can guide a ship at sea,
One word can frame the goal

One vote can change a nation,
One sunbeam lights a room
One candle wipes out darkness,
One laugh will conquer gloom.

One step must start each journey.
One word must start each prayer.
One hope will raise our spirits,
One touch can show you care.

One voice can speak with wisdom,
One heart can know what’s true,

One life can make a difference,
You see, it’s up to you!
———————————————-

અનુવાદ- વિજય જોશી
એક ગીત એક ક્ષણને ચેતવે
એક ફૂલ  સપનાને જગાડે
એક વૃક્ષ જંગલને બનાવે
એક પક્ષી વસંતને બોલાવે
એક સ્મિત મૈત્રી બનાવે
એક મિલન પ્રાણને ઉઠાડે
એક તારો એક હોડીને માર્ગ દેખાડે
એક શબ્દ મંઝીલને દર્શાવે
એક મત દેશને બદલાવે
એક કિરણ ઘરને ઉજાળે
એક મીણબત્તી અંધારાને ભગાડે
એક હાસ્ય ઉદાસીને હરાવે
એક પગલું સફરનો આરંભ કરે
એક શબ્દ પ્રાર્થનાનો આરંભ કરે
એક આશા ધૈર્ય વધારે
એક સ્પર્શ અનુકંપા બતાવે
એક જીવન દુનિયા બદલી શકે
જોયું, બધું તમારા પર છે!

Read Full Post »

George Gordon Byron, Lord Byron (1788–1824)

When we two parted
In silence and tears,
Half broken-hearted,
To sever for years,
Pale grew thy cheek and cold,
Colder thy kiss;
Truly that hour foretold
Sorrow to this.

The dew of the morning
Sank chill on my brow
It felt like the warning
Of what I feel now.
Thy vows are all broken,
And light is thy fame:
I hear thy name spoken,
And share in its shame.

They name thee before me,
A knell to mine ear;
A shudder comes o’er me
Why wert thou so dear?
They know not I knew thee,
Who knew thee too well:
Long, long shall I rue thee
Too deeply to tell.

In secret we met
In silence I grieve
That thy heart could forget,
Thy spirit deceive.

If I should meet thee
After long years,
How should I greet thee?
With silence and tears.
———————————————

છૂટી ગયો તારો સંગ

લોર્ડ બાઈરન 1788-1824

અનુવાદક – વિજય જોશી

છૂટી ગયો તારો સંગ
નિઃશબ્દ આંસુઓ,
અર્ધ-હૃદયભંગ,
જુદાઈ ના એ વરસો

ગાલ ફીકા પડ્યા,
ઠંડુ ઠંડુ ચુંબન;
કારુણ્યની આગાહી બન્યા ખરેખર એ ક્ષણ.

ઝાકળ સવારનું
મારી પાપણોપર આવીને બેઠું
જાણે ચેતવણી આપતું
મારી લાગણીઓ દર્શાવતું.
તોડ્યા તેં વચનો બધા નામને બદનામ કર્યું.

નામના ઉલ્લેખથી તારા
માથું મારું શરમમાં ઝૂક્યું.
તારું નામ સંભાળું છુ,
મરણનો ઘંટનાદ સાંભળું છું.
કંપારી છૂટે મારા દેહમાં,
કેમ સપડાયો તારા સ્નેહમાં?

દુનિયા ન જાણે  કે હું જાણું તને,
અતિ નિકટથી ઓળખું તને:
લાંબો કાળ શોકાતુર રહીશ જેનું,
નિઃશબ્દ હું, શું તારું વર્ણન કરું

મળ્યા છુપાઈને આપણે .
વાન્છુ છું શોકિત મને,
કે તું મને ભૂલી શકે
ને જીવાત્મા ફસાવી શકે.

લાંબા કાળે મિલન સમયે
કેમ હું સ્વાગત કરું?
નિઃશબ્દ આંસુઓ.

Read Full Post »

 

The Road Not Taken-

by Robert Frost 1874-1963
Two roads diverged in a yellow wood,
And sorry I could not travel both
And be one traveler, long I stood
And looked down one as far as I could
To where it bent in the undergrowth.
Then took the other, as just as fair,
And having perhaps the better claim,
Because it was grassy and wanted wear;
Though as for that the passing there
Had worn them really about the same.
And both that morning equally lay
In leaves no step had trodden black.
Oh, I kept the first for another day!
Yet knowing how way leads on to way,
I doubted if I should ever come back.
I shall be telling this with a sigh
Somewhere ages and ages hence:
Two roads diverged in a wood, and I–
I took the one less traveled by,
And that has made all the difference.

અમેરિકન કવિ- રોબર્ટ ફ્રોસ્ટ ૧૮૭૪-૧૯૬૩

ભાવાનુવાદ – વિજય જોશી

—– જે રસ્તો મેં ન લીધો —-

પીળા જંગલમાં રસ્તાના બે ફાંટા પડ્યા.

ખેદ એ હતો કે બંને રસ્તાપર હું ચાલી શકતો નો’તો.

પહેલો રસ્તાએ વળાંક લીધો ત્યાં સુધી દેખાય એટલું જોયું.

 

પછી બીજો રસ્તો, જે પહેલા જેટલો જ સારો હતો, તે લીધો,

અને લાગ્યું કે મેં સારી પસંદગી કરી હશે,

કારણકે અહી વધારે ઘાસ હતું અને ઘસારો ઓછો હતો.

જો કે કદાચ બંને રસ્તા એક સરખાજ ઘસાએલા પણ હોઈ શકે.

.

બંને રસ્તા સવારમાં પાંદડાઓથી ભરેલા હતા,

હજુ બીજા કોઈના પગલાંના છાપાં પડ્યા નો’તા

અરે હા,

પહેલો રસ્તો મેં કોઈ બીજા દિવસે ચાલવા માટે રાખ્યો.

તો પણ મને ખબર હતી કે એક રસ્તામાંથી બીજો રસ્તો

નીકળ્યા કરતો હોય છે એટલે શંકા તો હતી જ કે

હું ફરીથી એ રસ્તા પર કદી પણ ચાલવાનો નથી.

હું આ વાત લાંબા સમય પછી રાહતથી કહેતો હોઈશ, કે ..

પીળા જંગલમાં રસ્તાના બે ફાંટા પડ્યા

અને

ઘણો ફેર પડ્યો
ઓછો વપરાએલો રસ્તો લેવાનો

 

———————————————————————————

આલોચન-

તળપદી ગ્રામીણ અંગ્રેજી ભાષામાં અમેરિકાના “New England”

ભાગનું નિસર્ગનું વર્ણન કરનારા સુંદર કાવ્યો લખેલા છે.
કવિએ એમનો સવારનો આ અનુભવ ચાર અવસ્થાઓમાં વહેચ્યો છે.
બે ફાંટા જોયા, થોભી ગયા, સારાસારનો વિચાર કર્યો, બંને
રસ્તા લઇ ન શકવાનો શોક વ્યક્ત કર્યો. જીવનમાં કેટલી
વખત બે વસ્તુઓ, બે તકો, બે વ્યક્તિઓ મળતી હોય છે
અને આપણે સંઘર્ષમાં પડીએ છીએ તે કેટલું સહજતાથી
સુંદર રીતે વ્યક્ત કર્યું છે.
બીજો રસ્તો કેમ લીઘો એનું કારણ સમજાવે છે.
કવિની દ્વિધા છે, બીજો રસ્તો તો લીધો પણ કદાચ પહેલો
રસ્તો પણ એટલોજ સારો હશે. જીવનમાં માણસ કાયમ
આવી દ્વિધામાં હોય છે અને હંમેશા ઘણા પર્યયોમાંથી એકને
પસંદ કરવો પડે છે.
બીજો રસ્તો તો લીધો પણ તોય કવિનું મન શંકાશીલ છે
અને કવિની અંદર બે મન સંઘર્ષમાં પડેલા લાગે છે કારણકે
કવિ જાણે છે કે પહેલો રસ્તો ફરીથી કદી મળવાનો નથી.
જીવનમાં પણ વીતી ગયેલી તક, ફરી મળતી નથી.
આ સંઘર્ષ કવિને આખી જીંદગી સતાવે છે અને વર્ષો પછી
જીવનની સંધ્યામાં અંતે કહે છે કે સારું થયું બીજો રસ્તો લીધો.

  

Read Full Post »

Dreams
by Langston Hughes 1902-1967
Hold fast to dreams

For if dreams die

Life is a broken-winged bird

That cannot fly.

Hold fast to dreams

For when dreams go

Life is a barren field

Frozen with snow

———————————————–

કવિ- લેંગસ્ટન હ્યુઝ 1902-1967

ભાવાનુવાદ  – વિજય જોશી

આ બ્લેક અમેરીકન કવિએ બ્લેક લોકોની

યાતનાઓ, અનુભવો અને આકાન્ક્ષાઓનુ

સુંદર વર્ણન એમના કાવ્યોમાં કરેલું છે.

—– સપનાં —–

સપનાંઓને  પકડી રાખો

જો સપનાં મરશે તો

સપનાં વગર આ જીવન

એક તૂટેલી પાંખવાળું પક્ષી થશે

જે ઉડી નહિ શકે.

સપનાને પકડી રાખો

જો સપનાં છોડી જશે તો

સપનાં વગર આ જીવન

થીજેલા બરફનું ઉજ્જડ મેદાન હશે

———————————————————

આલોચન

સપનાને મારી નાખવાની કે કાઢી મુકવાની

વાત નથી કવિ ચેતવણી આપે છે કે સપના

જોવાનું જો બંદ કરશો તો સપના આત્મહત્યા

કરશે અથવા તમને છોડી જશે.

સપના વગરનું જીવન એટલે ભાવના, પ્રેરણા,

આશા અકાન્ક્ષા વગરનું નિર્જીવ બરફ જેવું ઠંડુ

પડેલું અર્થહીન જીવન હશે.

Read Full Post »

Older Posts »