This Is Just to Say
by William C. Wiiliams 1883-1963
I have eaten
the plums
that were in
the iceboxand which
you were probably
saving for breakfastForgive me
they were delicious
so sweet
and so cold
શૈલી- રૂપક (ઈમેજીસ્ટ)
આ કાવ્ય શૈલીમાં રોજીંદા પ્રસંગો અને સામાન્ય લોકોનું જીવન વર્ણવામાં આવે છે.
— બસ એટલુજ કહેવું’તું —-
અમેરિકન કવિ- વીલીઅમ વીલીઅમ્સ ૧૮૮૩-૧૯૬૩
અનુવાદ- વિજય જોશી
આઈસ-બોક્સમાં મુકેલી
પાકેલી કેરી
મેં ખાધી
જે કદાચ
સવારના નાસ્તા
માટે તેં રાખેલી હશે
માફ કરજે
કેરી બહુ સરસ હતી ..
કેટલી મીઠી
અને કેટલી ઠંડી!
———————————————————-
આલોચના-
કવિએ ” પ્લમ” વિષે લખ્યું છે પણ ગુજરાતીમાં “કેરી” એવો મેં ભાવાનુવાદ
લીધો છે. કવિ કેરી ખાઈ ગયા અને પસ્તાયા. કદાચ સમય નહિ હોય એટલે
કે કદાચ પ્રત્યક્ષમાં કહેવાની હિંમત નહિ હોય એટલે, એક ચિઠ્ઠી લખી માફી
માંગે છે. અંતમાં કેરીનું વર્ણન કરતા ગયા- મીઠી અને ઠંડી – કદાચ આ એમની
પત્નીના સ્વભાવનું કે બંનેના એકબીજા સાથેના દૈન્દીન સંબધોનું પણ વર્ણન હોઈ શકે!