Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ગઝલો અને અછાંદસ’ Category

— સુરજ —

તપેલો થાકેલો સુરજ, 

સાંજે દરિયામાં સ્નાન કરી,

રાત્રે ક્ષિતિજ-ગૃહની શૈયામાં નિદ્રાધીન થયો. 

બીજા દિવસના પરોઢિયે,  

દરિયામાં સ્નાન કરી, 

તાજો નવોદિત સુરજ,

ક્ષિતીજ-ગૃહની બહાર આવી,

ફરી પાછો

ફરજ બજાવવા,
હાજર થયો.

——————————————————

– — સૂર્યાસ્ત —

આખા દિવસનો થાક્યો પાક્યો

સૂરજ
ઘેર આવેલો જોઇને, 

ક્ષિતીજ-ગૃહમાંથી

સ્વાગત કરવા 

શરમાતી દોડતી આવી

સંધ્યા. 

Read Full Post »