Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ગુજરાતી મુક્તકો અને હાઇકુ’ Category

—-  લગ્ન —–

માં-બાપે કહ્યું,

લગ્ન કર્યું,

રહ્યા સાથે,

પણ જુદા જીવનભર,

ક્યાંથી પડે મેળ?

પાણીમાં તેલ!

Read Full Post »

મૃત્યુનો ઈશારો કરનારા હાઇકુ
—————————-
પહેલો શ્વાસ
જન્મ અને મરણ
છેલ્લો ઉશ્વાસ
————————–
આરંભ અને
અંત, પહેલો સ્વાસ
છેલ્લો ઉશ્વાસ
———————–
સ્વાસ ઉશ્વાસ
આગમન વિદાય
આરંભ અંત
———————
મૃત્યુ ને સ્પર્શતા મુક્તકો
——————————–
જીવન અને મરણ
અવિરત કરે દ્વંદ્વ યુદ્ધ
આજે તો જીવન જીત્યું
હોય કદી મરણનું મૃત્યુ?
—————————
જન્મ અને મૃત્યુ આવે બંને
એક આજે ને બીજું ગમે ત્યારે
સ્વાસ અને ઉશ્વાસ પવન બંને
એક આવે ને બીજો ભાગે
—————————–
શોધીને થાક્યો તો’ય નો જડે
ખોયું જ નો’તું તો ક્યાંથી જડે?
મળ્યું બધું, તો’ય રડે
રોજ મરે એને કોણ રડે?
—————————-
કદરૂપ હશે  કે રૂપાળું હશે
યુવાન હશે કે બુઢું હશે
પાતળું હશે કે જાડું હશે
દુખવટામાં દુખી થતું હશે?  

Read Full Post »

——————————————–
મંદ સ્વરમાં
ઝાકળ બિંદુ બોલે
નીચે પડતાં
——————————–
ઉભા ઠંડીમાં
પર્નહીન પાંદડા
ઢાંકી ધુમ્મસ
—————————–

હાલોવીનમાં

પીળા પાંદડા દોડે

બાળક જેવા

———————

શબ્દો કરતાં

નિઃશબ્દતા કહે છે

અનેક ગણું

———————-

અનપેક્ષિત

આમંત્રણ આવ્યું છે

યમરાજાનું

———————-

વિજય જોશી ‘શબ્દનાદ’

Read Full Post »

જાપાનીઝ ૧૭ શબ્દધ્વનિ વાળી હાઇકુ 

૧૭ અક્ષરોમાં સમાઈ ગુજરાતણ બની

——————————————–

યાદોનો જ્વાળામુખી ફાટ્યો દિલમાં

દર્દના તણખા ઉડ્યા ગઝલમાં

——————————————

યમરાજ અચાનક આવેલા જોઇને મેં કીધું

કહીને આવ્યા હોત તો રાહ નો જોવડાવત!

————————————-

પંખી અને કવિ ઉડે બંને

એક પાંખથી બીજો આંખથી

—————————————–

પવન છે ભગવાન જેવો

દેખાતો નથી પણ છે ચારેકોર

——————————————-

વિરહની પ્રખર આગના તાપમાં

આંખનું જળાશય સુકાઈ ગયું

———————————————

યાદો મનમાં લખાતી જાય છે

વિસ્મૃતિ બધું ભુસતી જાય છે

Read Full Post »