Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ગુજરાતી મુક્તકો’ Category

જુદાઈનું દર્દ દિલમાં ભરાયું

દુખી દર્દ આંસુ બની છલકાયું

આંસુના દરિયામાં મોજું આવ્યું

એણે મારું અંગ અંગ પલાળ્યું

—————————————

સપનામાં સંભળાય, ટેરવાથી ગણાય

ઘરમાં બોલાય, ગામમાં અનુભવાય

ભલે પુસ્તકો નો છાપે આજના કાળમાં

ગુર્જરી ફેલાવીશ સમસ્ત વિશ્વજાળમાં

——————————————

મૃગજળને પીવા તરસ્યા કરતો’તો

ક્ષીતીજને અડવા દોડ્યા કરતો’તો

દિવસ રાત તને શોધ્યા કરતો’તો

તું તો મારી પાછળ ફર્યા કરતો’તો

————————————-

ગુલાબને સ્પર્શવા પવન આવ્યો

સુગંધ ઉઠાવીને બિન્દાસ ભાગ્યો

સુંઘવા હું ગુલાબ પાસે આવ્યો

ઈર્ષાળુ કાંટાએ ભારે ડંખ માર્યો

———————————————————–

શરાબ પીવું છું, પીવાનું કોઈદી’ છોડી ના શકું

ડરું છું કે છોડીને, ખુદને જ ઓળખી ના શકું

નશાના દરિયામાં ડૂબી ના શકું, તરી ના શકું

તારા વગર હવે મરી ના શકું, જીવીના શકું

——————————————————–

આમ તો હજારો માણસો આવે છે ને જાય છે

બતાવ તો જરા તું ક્યારે આવે છે ને જાય છે

હરરોજ દિવસ-રાત આવે છે ને જાય છે

રાહ તારી જોતાં સમય કેમ થોભી જાય છે

—————————————————————————-

Read Full Post »

જુદાઈનું દર્દ દિલમાં ભરાયું

દુખી દર્દ આંસુ બની છલકાયું

આંસુના દરિયામાં મોજું આવ્યું

એણે મારું અંગ અંગ પલાળ્યું

—————————————

સપનામાં સંભળાય, ટેરવાથી ગણાય

ઘરમાં બોલાય, ગામમાં અનુભવાય

ભલે પુસ્તકો નો છાપે આજના કાળમાં

ગુર્જરી ફેલાવીશ સમસ્ત વિશ્વજાળમાં

——————————————

મૃગજળને પીવા તરસ્યા કરતો’તો

ક્ષીતીજને અડવા દોડ્યા કરતો’તો

દિવસ રાત તને શોધ્યા કરતો’તો

તું તો મારી પાછળ ફર્યા કરતો’તો

————————————-

ગુલાબને સ્પર્શવા પવન આવ્યો

સુગંધ ઉઠાવીને બિન્દાસ ભાગ્યો

સુંઘવા હું ગુલાબ પાસે આવ્યો

ઈર્ષાળુ કાંટાએ ભારે ડંખ માર્યો

——————————————

વિજય જોશી ‘શબ્દનાદ’

Read Full Post »